ભરૂચ : રાષ્ટ્રગાન વંદે માતરમના 150મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો, સરકારી કચેરીઓના સમય બદલાયા

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી સહિત સરકારી કચેરીઓમાં રાષ્ટ્રગાન વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો હતો.

New Update
  • રાષ્ટ્રગાન વંદે માતરમની 150મી વર્ષગાંઠ

  • જિલ્લાની સરકારી કચેરીના સમય બદલાય

  • કલેકટર કચેરી અને જિ.પં ખાતે ઉજવણી

  • સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો

  • અધિકારીઓ સહિત કર્મચારીઓએ લીધા શપથ  

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી સહિત સરકારી કચેરીઓમાં રાષ્ટ્રગાન વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો હતો.

રાષ્ટ્રગાન વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે એક દિવસ માટે સરકારી કચેરીઓનો સમય સવારે 10:30 થી સાંજે 6:10 વાગ્યા બદલે સવારે 9:30 થી સાંજે 5:10 સુધી રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમના ભાગરૂપે વંદે માતરમ રાષ્ટ્રગાન અને સ્વદેશી વસ્તુઓનું આગ્રહ માટે શપથ લેવામાં આવ્યા હતા.આ પ્રસંગે નાયબ કલેકટર એન.આર.ધાંધલપ્રાંત અધિકારી મનીષા માનાણી,જિલ્લા શિક્ષણ અધિકારી સ્વતીબા રાઉલ,મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તો બીજી તરફ ભરૂચ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદીયાના અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં તમામ કર્મચારીઓએ રાષ્ટ્રગાન સાથે દેશપ્રેમ અને સ્વદેશી વસ્તુઓ અપનાવવાના શપથ લીધી હતી. આ પ્રસંગે ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી નૈતિકા પટેલજિલ્લા પંચાયત સભ્ય સરલા પટેલ સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories