New Update
ભરૂચના જંબુસરની પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝમાંથી કેમિકલ ભરેલું ટેન્કર આમોદ નજીક ખાડીની રેલિંગ તોડી અંદર ખાબકયું હતું. ભરૂચના જંબુસરના સારોદ ગામે આવેલી પી.આઈ. કંપનીમાંથી કેમિકલ ભરી ચાલક અંકલેશ્વર જવા નીકળ્યો હતો. આમોદ માર્ગ પરથી પસાર થતી વેળા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
તણછા ગામે ખાડીની દીવાલ તોડી ટેન્કર પાણીમાં પડ્યું હતું. જોકે અકસ્માતમાં કોઈ મોટી ઘટના સર્જાતા રહી ગઈ હતી અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. પોલીસ અને લોકોએ દોડી આવી ઇજાગ્રસ્ત ડ્રાઇવર ઓમ પ્રકાશ જાદવને બહાર કાઢી 108 માં સારવાર અર્થે આમોદ CHC ખાતે ખસેડયો હતો. આમોદ પોલીસે અકસ્માત અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories