ભરૂચ: દહેજથી પણીયાદરા જઇ રહેલ ટેમ્પો પલટી જતા અકસ્માત, 6 શ્રમજીવીઓ ઇજાગ્રસ્ત

ભરૂચના દહેજથી પણીયાદરા  ગામે જઈ રહેલ શ્રમજીવીઓનો ટેમ્પો પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં 6 શ્રમજીવીઓને ઈજા પહોંચી હતી

New Update
  • ભરૂચના દહેજ નજીક સર્જાયો અકસ્માત

  • ટેમ્પો પલટી જતા અકસ્માત

  • ટેમ્પામાં સવાર 6 શ્રમજીવીઓને ઇજા

  • ઇજાગ્રતોને સારવાર અર્થે ખસેડાયા

  • પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના દહેજથી પણીયાદરા  ગામે જઈ રહેલ શ્રમજીવીઓનો ટેમ્પો પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં 6 શ્રમજીવીઓને ઈજા પહોંચી હતી
ભરૂચમાં અકસ્માતની ઘટના સામે આવી છે. દહેજથી વાગરા તાલુકાના પણીયાદરા ગામે શ્રમજીવીઓને લઈ જતો ટેમ્પો પલ્ટી જતા  અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોમાં કુલ 10 શ્રમજીવી સવાર હતા. જેમાંથી 6 શ્રમજીવીઓને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોમાં 6 મહિલા શ્રમજીવી અને બે બાળકોનો સમાવેશ થાય છે.અકસ્માત બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી જેના દ્વારા તમામ ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શ્રમજીવીઓ કડીયા કામ માટે જઈ રહ્યા હતા તે દરમિયાન ટેમ્પો પલ્ટી જતા આ દુર્ઘટના બની હતી.અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.
Latest Stories