ભરૂચ: સરકારી યોજનાની સાયકલ છેલ્લા 9 વર્ષથી ધૂળ ખાઈ રહી છે

ભરૂચના અંકલેશ્વરમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અપાતી સાયકલ છેલ્લા નવ વર્ષથી કાટ ખાઈ રહી છે

New Update

અંકલેશ્વરમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અપાતી સાયકલ છેલ્લા નવ વર્ષથી કાટ ખાઈ રહી છે સરકારી બાબુઓની આળસના કારણે સરકારની મહત્વકાંક્ષી યોજના અભરાઈએ ચઢી હોય એવુ લાગી રહ્યું છે

ગુજરાતમાં કોઈ સરકારી યોજનાનો લાભ નિયત સમયમર્યાદામાં તેના લાભાર્થીને મળે તો તે ચમત્કાર જેવી ઘટના ગણાય છે. સરકાર મોટા ઉપાડે યોજનાઓ જાહેર કરી દે છે પરંતુ તેના અમલમાં સરકારી બાબુઓની લાલિયાવાડી અને આયોજનના અભાવ સ્પષ્ટપણે જોવા મળએ છે. પરિણામે કેટલીક મહત્વની યોજના પણ સરકારી બાબુઓ, રાજકારણીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે તેના યોગ્ય લાભાર્થી સુધી નિયત સમયમર્યાદામાં પહોંચતી નથી.
જેના કારણે સેંકડો લોકોએ લાચારી ભોગવવી પડે છે.અંકલેશ્વરમાં આવી જ એક મહત્વની યોજના હાલ સરકારી લાલિયાવાડીનો ભોગ બની છે.અંકલેશ્વરની એમ.ટી.એમ.ગર્લ્સ હાઈસ્કૂલ અને જીનવાલા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલ ધૂળ ખાય રહી છે.આ સાયકલ વર્ષ 2015 એટલે કે 9 વર્ષથી અહીં પડી છે પણ હજુ સુધી તેનું વિતરણ કરવામાં આવ્યું નથી.સાયકલનો આ જથ્થો અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત વિવિધ શાળામાં પડી રહ્યો છે જેને અંકલેશ્વર,હાંસોટ અને જંબુસર સહિતના તાલુકાઓના વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવનાર હતું પરંતુ સરકારી બાબુઓની આળસના કારણે સાયકલ કાટ ખાઈ રહી છે અને વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળતી યોજનાનો લાભ નથી મળી રહ્યો
Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.