• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

ભરૂચ: સમસ્ત માછી સમાજ દ્વારા જનઆક્રોશ રેલી કાઢી કલેકટરને પાઠવાયું આવેદનપત્ર,ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની માંગ

ગત તારીખ-૧૫મી નવેમ્બરના રોજ ભરૂચના શુકલતીર્થ ગામના ભાતીગળ મેળામાં ડૂબી જવાના કારણે પિતા-પુત્ર સહીત ચાર લોકોના મૃત્યુ નીપજ્યા હતા.

author-image
By Connect Gujarat Desk 05 Dec 2024 | Updated On 05 Dec 2024 16:36 IST in ભરૂચ ગુજરાત
New Update
  • ભરૂચમાં જનઆક્રોશ રેલીનું આયોજ 

  • સમસ્ત માછી સમાજ દ્વારા આયોજન કરાયું

  • કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

  • ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની માંગ

  • શુકલતીર્થમાં નદીમાં ડૂબી જતાં 4 લોકોના નિપજ્યા હતા મોત

ભરૂચ જીલ્લામાં ખનીજ માફિયા સામે આક્રોશ હવે જન આંદોલનનું સ્વરૂપ લઇ રહ્યું છે. શુકલતીર્થ ચાર લોકોના ગેરકાયદેસર રેતી ખન્નના કારણે ડૂબી જવાની ઘટના બાદ સાંસદ,આપ ધારાસભ્ય અને કોંગ્રેસના રેતી માફિયા સામે આક્રોશ બાદ હવે ભરૂચનો માછી સમાજ મામલે ગુનો દાખલ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે.
ગત તારીખ-૧૫મી નવેમ્બરના રોજ ભરૂચના શુકલતીર્થ ગામના ભાતીગળ મેળામાં ડૂબી જવાના કારણે પિતા-પુત્ર સહીત ચાર લોકોના મૃત્યુ નીપજ્યા હતા.આ ઘટના રેતી ખન્ન ગેરકાયદેસર વેપલાના કારણે બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.ભરૂચના બે આક્રમક નેતાઓ મનસુખ વસાવા અને ચૈતર વસાવાએ તંત્ર પર સીધા આક્ષેપ કરતા કડક કાર્યવાહીની માંગ કરી હતી.
રેતી માફિયાઓ સામેની લડતમાં કોંગ્રેસ પણ ઉમેરાયું હતું.અને ખાણ ખનીજની કચેરીને તાળાબંધી કરવાનો પ્રયાસ કરતા કોંગી કાર્યકરોની અટકાયત પણ કરાઈ હતી.ગેરકાયદેસર વેપલા સામેની લડતમાં હવે પ્રજા પણ જોડાઈ રહી છે.આજે સમસ્ત ખારવા અને હાસોટી માછી સમાજ દ્વારા જન આક્રોશ રેલી કાઢી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.સમાજે વળતર માંગણી સાથે ગુનો દાખલ કરવા સહીત દાખલારુપી કાર્યવાહીની માંગ કરી હતી.
#Bharuch #Protest #drowned #rally #Shuklatirth #Machhi Samaj #sand mafia #sand
Related Articles
Latest Stories
    Read the Next Article
    Powered by


    Subscribe to our Newsletter!




    Powered by