ભરૂચ: 10 વર્ષની નિર્ભયા સાથે પાશવી દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા, કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણ્યો

ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં 10 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચાર્ય બાદ તેની ઘાતકી હત્યા કરનાર નરાધમ આરોપીને અંકલેશ્વર સેસન્સ કોર્ટે 72 દિવસમાં જ ફાંસીની સજા ફટકારી છે

New Update
  • ભરૂચમાં બન્યો હતો ચકચારી બનાવ

  • 10 વર્ષની બાળકી સાથે આચરાયું હતું દુષ્કર્મ

  • ગંભીર ઇજાના પગલે બાળકીનું નિપજ્યું હતું મોત

  • કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી

  • આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળીયા નાખ્યા હતા 

ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં 10 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચાર્ય બાદ તેની ઘાતકી હત્યા કરનાર નરાધમ આરોપીને અંકલેશ્વર સેસન્સ કોર્ટે 72 દિવસમાં જ ફાંસીની સજા ફટકારી છે
ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં ૧૦ વર્ષની બાળકીનું અપહરણ ,પાશવી બળાત્કાર અને ઘાતકી હત્યાના કેસમાં બળાત્કારીને ફાંસીની સજા ફટકારાઇ છે. આ ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો ઘટનાના માત્ર ૭૨ દિવસમાં અંકલેશ્વર સેસનસ કોર્ટે આપ્યો છે. આ ગુનો સામે આવ્યા બાદ ભરૂચ એસપી મયુર ચાવડાએ SIT ની રચના કરી તપાસ સીધી તેમની દેખરેખ હેઠળ રાખી હતી.  SIT માં DYSP ડો. કુશલ ઓઝા , LCB PI મનીષ વાળા , SOG PSI M H વાઢેર , ઝઘડિયા PI નીતિન ચૌધરી સહીત 10 થી વધુ અધિકારીઓની નિમણુંક કરાઈ હતી.
16 ડિસેમ્બરે  વિજય પાસવાને પાડોશીની દીકરી લાકડા વણતી હતી ત્યારે બળાત્કાર કર્યો હતો. આ પિશાચે બાળકીના ગુપ્તાંગમાં સળીયાના ઘા કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં બળાત્કારીની ધરપકડ કરી હતી. અત્યંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકી 8 દિવસ મોત સામે  ઝઝૂમી હતી જેનું વડોદરામાં કરુણ મોત નીપજ્યું હતું. આ કેસ અંકલેશ્વર સેસન્સ કોર્ટમાં  ચાલતા માત્ર ૭૨ દિવસમાં કોર્ટે આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી  છે. આરોપીનો જીવ ન જાય ત્યાં સુધી લટકતો રાખવા કોર્ટે આદેશ કર્યો હોવાનું સરકારી વકીલ પરેશ પંડયાએ જણાવ્યું હતું. વિજય પાસવાનની ફાંસી ઉપરાંત 10 લાખ વળતર ચૂકવવા અંકલેશ્વર સેસન્સ કોર્ટ દ્વારા આદેશ કરાયો છે. બળાત્કારની ઘટના બાદ સારવાર માટે ખસેડાયેલી બાળકીના શરીર પર 30 ઘા મળી આવ્યા હતા. સરકારી વકીલ પરેશ પંડ્યાએ કેસને રેરેસ્ટ ઓફ રેરની કક્ષામાં ધ્યાને લેવા કોર્ટને અપીલ કરી હતી. સરકારી વકીલ પરેશ પંડ્યાએ એકપણ રૂપિયો ફી લીધા વગર આખા કેસની લડત આપી હતી.  
Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.