New Update
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલું છે બસપોર્ટ
બસપોર્ટના સંચાલકોને દંડ ફટકારાયો
રૂ.2.23 કરોડનો દંડ ફટકારવા કરાયો હુકમ
ખાણ અને ખનીજ વિભાગની કાર્યવાહી
પરમીટ કરતા વધુ પ્રમાણમાં કરાયુ હતું માટી ખોદકામ
ભરૂચના સ્ટેશન રોડ પર નિર્માણ પામેલ સીટી સેન્ટરના સંચાલકોને ખાણ અને ખનીજ વિભાગે પરમિટ કરતાં વધુ પ્રમાણમાં માટી ખોદવા બદલ રૂપિયા 2. 23 કરોડનો દંડ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચના સ્ટેશન રોડ પર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના આધારે ડી.આર.એ નર્મદા બસ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અત્યાધુનિક સિટી સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ સિટી સેન્ટરના નિર્માણમાં 20,000 મેટ્રિક ટન સાદી માટીના ખોદકામ માટે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા પરમીટ આપવામાં આવી હતી. જો કે આ અંગે આરટીઆઈ એક્ટિવીસ્ટ રાજેશ પંડિતે વધુ ખોદકામ કરાયુ હોવાની ફરિયાદ સાથે વર્ષ 2022માં ખાણ અને ખનીજ વિભાગને અરજી આપી હતી. જે બાદ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા પરમીટ કરતા વધુ પ્રમાણમાં માટી ખોદકામ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.
તંત્રની તપાસમાં કુલ 1,10,580 મેટ્રિક ટન સાદી માટેનું ખોદકામ કરવામાં આવ્યું હોવાનું બહાર આવતા ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ડી.આર.એ નર્મદા બસ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને રૂપિયા 2. 23 કરોડનો દંડ ભરવા માટે હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.