-
નગરપાલિકાની દબાણ શાખા દ્વારા કડક કાર્યવાહી કરાય
-
દબાણ શાખા દ્વારા ગેરકાયદે દબાણકર્તાઓ સામે લાલ આંખ
-
નવી વસાહતથી ગીતાપાર્ક સુધી માર્ગ પર અડચણરૂપ દબાણ
-
પાલિકા દ્વારા તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા
-
પાલિકાની કડક કાર્યવાહીના પગલે અન્ય દબાણકર્તામાં ફફડાટ
ભરૂચ નગરપાલિકા દબાણ શાખાની ટીમ દ્વારા નવી વસાહત વિસ્તારથી ગીતાપાર્ક સોસાયટી સુધીના મુખ્ય માર્ગ પર અડચણરૂપ દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
ભરૂચ શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થતા ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર કેટલાક લોકો ટ્રાફિકને અડચણરૂપ લારી-ગલ્લાઓ મુકી દેતા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે, ત્યારે ભરૂચ નગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગ જેવા કે, નવી વસાહતથી ગીતાપાર્ક સોસાયટી સુધીના માર્ગ પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણો પર પાલિકાએ તવાઈ બોલાવી હતી. જેમાં કેટલાક દબાણરૂપ લારી-ગલ્લાને હટાવાની કામગીરી ધરવામાં આવતા દબાણકર્તાઓમાં દોડધામ મચી જવા પામી હતી. આ સાથે જ પાલિકાની દબાણ શાખા દ્વારા શક્તિનાથ વિસ્તારથી ભૃગુઋષિ બ્રિજ સુધીના દબાણો પણ હટાવાની કામગીરી કરવામાં આવનાર છે, ત્યારે ભરૂચ નગરપાલિકાની કડક કાર્યવાહીના પગલે અન્ય દબાણકર્તાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.