જુના તવરા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં આવી
છેલ્લા અઢી વર્ષથી વહીવટદાર કરતાં હતા ગામનો વહીવટ
તાજેતરમાં યોજાય હતી જુના તવરા ગ્રામ પંચાયતની ચૂંટણી
વિકાસ પેનલના મહિલા સરપંચ-સભ્યોનો થયો હતો વિજય
મહિલા સરપંચ અને મહિલા ઉપસરપંચ કરશે ગામનો વિકાસ
ભરૂચ તાલુકા જુના તવરા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં આવી ગઈ છે. જુના તવરા ગ્રામ પંચાયત ખાતે આજરોજ ડેપ્યુટી સરપંચની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મીનાબેન સુરેશભાઈ વસાવાને ગામના ઉપસરપંચ બનાવવામાં આવ્યા હતા.
છેલ્લા અઢી વર્ષથી જુના તવરા ગામનો વહીવટ વહીવટદાર કરી રહ્યા હતા. હાલ જુના તવરા ગામની આસપાસ નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહ્યું છે, અહીં ખૂબ જ મોટાપાયે વિકાસ થઈ રહ્યો છે, ત્યારે 5150 મતદાતાઓએ ગત 22 જૂનના રોજ જુના તવરા પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું. જેનું પરિણામ 25 જૂનના રોજ આવતા જુના તવરા વિકાસ પેનલના સરપંચ જાગૃતીબેન પૃથ્વીરાજસિંહ પરમાર 854 મતથી તેઓના વોર્ડના તમામ સભ્યોનો વિજય થયો હતો, ત્યારે આજરોજ જુના તવરા ગામ પંચાયત ખાતે ગામના સરપંચ અને વોર્ડ સભ્યોની ઉપસ્થિતિમાં ગામના ઉપસરપંચની પસંદગી કરવામાં આવી હતી.
જેમાં સર્વ સહમતિથી મીનાબેન સુરેશભાઈ વસાવાને જુના તવરા ગામના ઉપસરપંચ બનાવ્યા હતા, ત્યારે હવે જુના તવરા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં આવી છે. તેવામાં આવનાર દિવસોમાં મહિલાઓ ગામનો વિકાસ તથા ગામના બાકી રહેલા અધૂરા કામો અને ગામને એક વિકસિત ગામ તરીકે ઓળખ આપશે. આ પ્રસંગે ગામના યુવા મહિલા સરપંચ અને ઉપસરપંચ દ્વારા તવરા ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.