ભરૂચમાં વિકાસના કાર્યોનો ધમધમાટ
આમોદથી કરજણને જોડતા માર્ગનું નવીનીકરણ
રાજ્ય સરકાર દ્વારા રૂ.280 કરોડ કરાયા મંજુર
સેંકડો વાહનચાલકોને થશે રાહત
ધારાસભ્ય ડી.કે.સ્વામીએ વ્યક્ત કર્યો આભાર
રાજ્ય સરકાર દ્વારા ભરૂચના આમોદથી વડોદરાના કરજણને જોડતા માર્ગને ચાર માર્ગીય કરવા માટે રૂપિયા 280 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.આમોદથી કરજણને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હતો જેના પગલે અનેક વાહનચાલકો તેમજ ગ્રામજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.આ ઉપરાંત રોડ સાંકડો હોવાના કારણે અકસ્માતના બનાવમાં પણ વધારો થયો હતો જેના પગલે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 280 કરોડના ખર્ચે આ માર્ગનું વિસ્તરણ કરવામાં આવશે. જેનાથી વાગરા, જંબુસર,દહેજ ઔદ્યોગિક વિસ્તાર, વડોદરા, જંબુસર બલ્બ ડ્રગ પાર્કમાં આવતા વાહનો સહિતના વાહન ચાલકોને સરળતા રહેશે. સાથે જ આ રસ્તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેને પણ જોડતો માર્ગ હોવાથી વાહન વ્યવહાર વધુ ઝડપી થશે. રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવતા જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.