ભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં

ભરૂચમાં શુકલતીર્થના ભાતીગળ મેળા પહેલા પણ ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો ચાર કી.મી.નો માર્ગ બિસ્માર હોવાથી વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.

New Update
Advertisment
  • ભરૂચમાં માર્ગની બિસ્માર હાલત

  • ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો માર્ગ બિસ્માર

  • બિસ્માર માર્ગના કારણે વાહનચાલકોને હાલાકી

  • રૂ.20 કરોડના ખર્ચે માર્ગનું નવીનીકરણ

  • કામગીરી મંદગતિએ ચાલતી હોવાના આક્ષેપ

Advertisment
ભરૂચમાં શુકલતીર્થના ભાતીગળ મેળા પહેલા પણ ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો ચાર કી.મી.નો માર્ગ બિસ્માર હોવાથી વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.
ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધી નવુ ભરૂચ શહેર આકાર લઇ રહ્યું છે પણ રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે. અંદાજે રૂ. 20 કરોડથી વધુના ખર્ચે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે પણ તેને કામગીરી મંદગતિએ ચાલી રહી છે.દર વર્ષે ચોમાસામાં રસ્તાની હાલત બદત્તર બની જતી હોવાથી સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું.આખરે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડા દ્વારા નવા રસ્તા માટે 20 કરોડના ભંડોળની ફાળવણી કરી છે પણ રસ્તો શરૂઆતથી જ વિવાદમાં રહ્યો છે. રસ્તાની આસપાસ આવેલા ઘટાદાર વૃક્ષોને કાપી નાખવામાં આવતા વિરોધ થયો હતો.ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડ ઉપર  ખાડાઓથી વાહન ચાલકોની કમર તૂટી રહી છે. તથા ધૂળની ડમરીઓથી લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે ત્યારે માર્ગના  સમારકામની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાની માંગ આવી છે.
Latest Stories