ભરૂચ: ST વિભાગને હોળી ધુળેટીનું પર્વ ફળ્યું, આટલા રૂપિયાની થઈ વધારાની આવક !

હોળી ધુળેટીના પર્વ પર ભરૂચ એસટી વિભાગની આવકમાં વધારો નોંધાયો છે.તહેવારોના દિવસોમાં એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી

New Update
  • હોળી ધુળેટી પર્વ પર એસ.ટી.વિભાગે કર્યું આયોજન

  • એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી

  • 92 એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી

  • રૂ.13.5 લાખની વધારાની આવક થઈ

  • 6800 મુસાફરોએ લીધો લાભ

હોળી ધુળેટીના પર્વ પર ભરૂચ એસટી વિભાગની આવકમાં વધારો નોંધાયો છે.તહેવારોના દિવસોમાં એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં મુસાફરોએ લાભ લીધો હતો

હોળી ધુળેટીના તહેવારને ધ્યાને લઈ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા બસનું સંચાલન હાથ ધરવામાં આવ્યુ હતું જેમાં દાહોદ પંચમહાલ ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. ગત વર્ષે 78 બસ થકી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવ્યું હતું જગારે ચાલુ વર્ષે 92 બસ થકી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું.એક્સ્ટ્રા બસના સંચાલન થકી આ વર્ષે 13.5 લાખ આવક થઈ છે જે ગત વર્ષની સરખામણીએ 2 લાખ વધુ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મુસાફરોમાં પણ વધારો નોંધાયો છે ગત વર્ષે 6,000 જેટલા મુસાફરો નોંધાયા હતા જ્યારે આ વર્ષે 800 મુસાફરોમાં વધારો થયો છે.આમ હોળી ધુળેટીના પર્વ પર એસ.ટી.વિભાગની આવકમાં વધારો થયો છે

Latest Stories