ભરૂચ: જંબુસર પંથકના વાતાવરણમાં ફરી પલટો, કમોસમી વરસાદ વરસ્યો !

ભરૂચના જંબુસર પંથકમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો હતો. ગતરોજ મોડી રાત્રીના સમયે જંબુસરના વિવિધ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

New Update
  • ભરૂચના જંબુસર પંથકમાં વરસાદ

  • વાતાવરણમાં આવ્યો પલટો

  • કમોસમી વરસાદ વરસ્યો

  • વાતાવરણમાં ઠંડક

  • aખેતીના પાકને નુકશાન 

ભરૂચના જંબુસર પંથકના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો હતો. મોડી રાત્રિના સમયથી વરસાદ વરસ્યો હતો

ભરૂચના જંબુસર પંથકમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો હતો. ગતરોજ મોડી રાત્રીના સમયે જંબુસરના વિવિધ વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સતત બીજા દિવસે જંબુસરના લીમજ, કાવા, પાંચકડા અને કોરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી. બીજી તરફ સતત વરસી રહેલા  વરસાદના કારણે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે હવામાન વિભાગ દ્વારા ચોમાસુ વહેલું આવવાની પણ આગાહી કરવામાં આવી રહી છે ત્યારે છેલ્લા 15 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેણે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.

Read the Next Article

ભરૂચ : પાલેજ પોલીસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઇસમની કરી ધરપકડ,એક વોન્ટેડ

ભરૂચની પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીને બાતમી મળી હતી કે પાલેજ નવીનગરી ખાતે રહેતો આરીફ આદમભાઇ પટેલ  પંચવટી હોટલના ગ્રાઉન્ડમાં પોતાના

New Update
-p-Two-arrested-for-betting-on-IPL-match--p-_1743103086441
ભરૂચની પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીને બાતમી મળી હતી કે પાલેજ નવીનગરી ખાતે રહેતો આરીફ આદમભાઇ પટેલ  પંચવટી હોટલના ગ્રાઉન્ડમાં પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ દુબઇ ખાતે રમાઇ રહેલ ડેઝર્ટ વાઇપર્સ તથા દુબઇ કેપિટલ્સની વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોન દ્રારા સટ્ટા બેંટીંગનો હારજીતનો જુગાર રમી રમાડે છે.
જે બાતમી આધારે દરોડા પાડતા આરીફ પટેલને ઝડપી પાડ્યો હતો.પોલીસે સ્થળ પરથી રૂ.21,450નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે શહેદાજ પટેલ રહે. પાલેજને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.