New Update
-
હાંસોટના ઇલાવ ગામે આવેલો છે પારસી શેઠનો પેલેસ
-
100 વર્ષ જુના પેલેસમાં તસ્કરો ત્રાટકયા
-
પેલેસની બારી તોડી અંદર પ્રવેશ કર્યો
-
ચાંદીના ઘરેણા મળી રૂ.1.36 લાખના માલમત્તાની ચોરી
-
હાંસોટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ભરૂચના હાંસોટના ઈલાવ ગામમાં આવેલ પારસી શેઠના 100 વર્ષ જૂન બંધ પેલેસને તસ્કરોએ નિશાન બનાવી રોકડા ૨૦ હજાર અને ચાંદીના ઘરેણા સહીતનો સામાન મળી કુલ ૧.૩૬ લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો થઈ ગયા હતા.
મુંબઈના રૂસ્તમ પેલેજ ફ્લેટ ખાતે રહેતા ઘન બહેરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે આવેલો છે. આ પેલેસ 100 વર્ષ જૂનો છે.પેલેસમાં તેઓના ભાઈ એક વર્ષ પહેલા રહેતા હતા બાદમાં તેઓની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ મુંબઇ જતા રહેતા ઈલાવ ગામમાં આવેલ પેલેસ બંધ હાલમાં હતું તે દરમિયાન ગત તારીખ-૨૯ જાન્યુઆરી રોજ ઘન બહેરામ એડલજી પાલમકોટ તેઓને ચાવી જોઈતી હોવાથી વતનમાં આવ્યા હતા.જેઓએ મકાનનો દરવાજો ખોલી જોતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો.મકાન માલિકે ઘરમાં તપાસ કરતા અંદરથી રોકડા ૨૦ હજાર અને ચાંદીના ઘરેણા સહીતનો સામાન મળી કુલ ૧.૩૬ લાખના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.તસ્કરો પેલેસના પાછળના ભાગની બારી તોડી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories