ભરૂચ:ઓવરહેડ ટાંકીનો વાલ્વ ખરાબ થતા હજારો લીટર પાણીનો વેડફાટ, ઉનાળામાં ચોમાસા જેવો માહોલ

ભરૂચમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.ડુંગરી વિસ્તારમાં ઓવરહેડ ટાંકીનો વાલ્વ ખરાબ થતા હજારો લીટર પાણી રસ્તા પર વહ્યું હતું

New Update
  • ભરૂચમાં પશ્ચિમ વિસ્તારનો બનાવ

  • ડુંગરી વિસ્તારમાં બન્યો બનાવ

  • ઓવરહેડ પાણીની ટાંકીનો વાલ્વ ખરાબ

  • હજારો લીટર પાણી માર્ગ પર વહ્યું

  • તંત્રની બેદરકારી સામે લોકોમાં આક્રોશ

ભરૂચમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.ડુંગરી વિસ્તારમાં ઓવરહેડ ટાંકીનો વાલ્વ ખરાબ થતા હજારો લીટર પાણી રસ્તા પર વહ્યું હતું
ભરૂચ શહેરમાં ભર ઉનાળાની વચ્ચે અચાનક ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. શહેરના ડુંગરી વિસ્તારમાં આવેલી ઓવરહેડ પાણીની ટાંકીનો વાલ્વ ખરાબ થઈ જતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું.માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર પાણી વહેતા વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.સ્થાનિક લોકોનું કહેવું છે કે ઉનાળાના સમયમાં પાણીની ભારે જરૂરિયાત હોય છે ત્યારે આ રીતે પાણીનો બગાડ થવો ચિંતાજનક બાબત છે. પાણી રસ્તા પર વહેતા લોકોમાં તંત્ર સામે આક્રોશ પણ જોવા મળ્યો હતો.મહત્વની વાત એ છે કે આ ઓવરહેડ પાણીની ટાંકી નલ સે જલ યોજના હેઠળ અંદાજે 2 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી. છતાં વાલ્વ ખરાબ થતા પાણીનો વેડફાટ થયો હોવાના કારણે લોકો તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
Latest Stories