New Update
ભરૂચમાં જંબુસરના ગજેરા ગામે આયોજન
શિક્ષાપત્રી મહોત્સવ યોજાયો
ભવ્ય શોભાયાત્રા નિકળી
સંતો મહંતોએ આપ્યું માર્ગદર્શન
હરિભક્તોએ લીધો લાભ
ભરૂચના જંબુસર તાલુકાના ગજેરા ગામ ખાતે ત્રી દિવસીય શિક્ષાપત્રી પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો મહંતો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચના જંબુસર તાલુકાના ગજેરા ગામે આત્મીય શિક્ષાપત્રી પારાયણ સમાપન પ્રસંગે નિર્મળ સ્વામી અને ત્યાગ વલ્લભ સ્વામી પધારી ભક્તોને શિક્ષાપત્રી ગ્રંથનો મહિમા સમજાવ્યો હતો.સ્વામીજીનું પ્રસાદીનું ગામ ગજેરા અને શિક્ષાપત્રી ગ્રંથને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોય તે નિમિત્તે ગજેરા આત્મીય યુવક મંડળ દ્વારા જંબુસર વિભાગનો નૂતન વિદ્યાલય ખાતે ત્રી દિવસીય આત્મીય શિક્ષાપત્રી પારાયણનું આયોજન કરાયું હતું હતુમ સંતો દ્વારા ત્રીવસીય પારાયણનો લાભ અપાયો હતો.પારાયણના અંતિમ દિવસે સમાપન પ્રસંગે ભવ્ય શોભા યાત્રા પારાયણ સ્થળથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી. જેમાં નિર્મળ સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી, પ્રાદેશિક સંત શ્રીજી વલ્લભ સ્વામી, ભાગવત સ્વામી, અભેદ સ્વામી સહિતના સંતો અને હરીભક્તો જોડાયા હતા.
Latest Stories