ભરૂચ : મેઘરાજા અને જન્માષ્ટમીના મેળાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત,ડ્રોન-સીસીટીવીથી રખાશે બાજ નજર

ભરૂચમાં મેઘરાજા અને જન્માષ્ટમીના મેળાને લઈને પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે,આ ઉપરાંત કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.

New Update
  • મેઘરાજા અને જન્માષ્ટમીના મેળાનો પ્રારંભ

  • કાયદો અને વ્યવસ્થાને લઇ પોલીસ સતર્ક

  • પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકાયો

  • મેળામાં પોલીસ કંટ્રોલરૂમ પણ કરાયો શરૂ

  • ડ્રોન-સીસીટીવીથી રખાશે બાજ નજર

ભરૂચમાં મેઘરાજા અને જન્માષ્ટમીના મેળાને લઈને પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે,આ ઉપરાંત કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.

મેઘરાજા મેળો અને જન્માષ્ટમી પર્વને લઈ ભરૂચ પોલીસ વિભાગ સતર્ક બની ગયો છે. શહેરમાં વધતી ભીડ અને મેળાની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેળા વિસ્તારમાં ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશેજેથી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. સાથે જમેળાના મધ્ય ભાગમાં ખાસ પોલીસ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છેજ્યાંથી સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવશે.

પોલીસ વિભાગે મેળામાં આવનારા નાગરિકોને ખિસ્સાકાતરું અને ચોર ટોળકીથી સાવચેત રહેવાની અપીલ કરી છે. ભીડભાડમાં વ્યક્તિગત સામાનમોબાઇલ અને નાણાની ખાસ કાળજી રાખવા અનુરોધ કર્યો છે. જો મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક નજીકના પોલીસ કર્મચારી અથવા કંટ્રોલ રૂમને જાણ કરવાની સલાહ આપવામાં આવી છે.સુરક્ષા માટે તૈનાત પોલીસ દળટેકનોલોજીનો ઉપયોગ અને નાગરિકોની સતર્કતા  મેળાને નિરાંતે અને સુરક્ષિત રીતે ઉજવવામાં મદદરૂપ બનશે.

Latest Stories