New Update
આજરોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભરૂચમાં સ્થાપિત મેઘરાજાની પ્રતિમાને તિરંગાનો અદભૂત શણગાર કરવામાં આવ્યો હતો.
ભરૂચમાં અઢી સૈકાથી પણ વધુની પૌરાણિક પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોઇવાડમાં મેઘરાજાની સાડા પાંચ ફૂટ ઉંચી પ્રતિમાનું શાસ્ત્રોકત વિધિ સાથે શ્રધ્ધાભેર સ્થાપન કરાયું છે.આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતે મેઘરાજાને ત્રિરંગાના વાઘા સાથે શણગાર કરાયો છે.છપ્પનીયા દુકાળના સમયમથી મેઘઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે.સાતમ આઠમ નોમ અને દશમ એમ ચાર દિવસ વિવિધ કાર્યક્રમો યોજાય છે અને દશમના દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે મેઘરાજાની પ્રતિમાનું પાવન સલીલા માં નર્મદામાં વિસર્જન કરવામાં આવે છે
Latest Stories