New Update
ભરૂચમાં શરદપૂર્ણિમાના પર્વની ઉજવણી
રણછોડરાયજીના મંદિરે ઉજવણી કરાય
દીપમાળને શણગારવામાં આવી
ઉભા ભજન દ્વારા આરાધના કરવામાં આવી
મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
ભરૂચના રણછોડજી ઢોળાવ વિસ્તારમાં આવેલ પૌરાણિક રણછોડરાયજી મંદિર ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે દીપમાળાને શણગારી પરંપરાગત ઉભું ભજન કરવામાં આવ્યું હતું
શરદપૂર્ણિમાના પર્વનું હિન્દુ શાસ્ત્રોમાં અનેરુ મહત્વ રહેલું છે ત્યારે ઠેર ઠેર શરદપૂર્ણિમાની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.ભરૂચના રણછોડજી ઢોળાવ વિસ્તારમાં રણછોડરાયજીનું પૌરાણિક મંદિર આવેલું છે.આ મંદિર ખાતે પણ શરદ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મંદિર નજીક આવેલ દીપમાળાને શણગારવામાં આવી હતી.પહેલાના સમયમાં દીપમાળમાં ભક્તો દીવડા મુકતા હતા પરંતુ સમય બદલાતા હવે દીપમાળાને ઈલેક્ટ્રીક બલ્બથી શણગારવામાં આવી છે. આ સાથે જ શીતળ ચાંદનીના પ્રકાશ વચ્ચે ભક્તો દ્વારા ઉભું વજન કરવામાં આવે છે જેમાં પરંપરાગત ભજન ગાય ભગવાન રણછોડરાયજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ડાકોરમાં પણ આ પ્રકારે ઉત્સવની ઉજવણી થાય છે ત્યારે જુના ભરૂચ વિસ્તારમાં આવેલ રણછોડજી મંદિર ખાતે પરંપરાગત રીતે શરદ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી
Latest Stories