New Update
ભરૂચમાં ટ્રાફિકની સમસ્યા હળવી બની
મહંમદપુરાથી ઢાલ સુધીના વિસ્તારમાં સમસ્યા હળવી બની
તંત્ર દ્વારા સ્પ્રિંગ પોસ્ટ મુકાયા
પહેલા સર્જાતી હતી ચક્કાજામની પરિસ્થિતિ
વિપક્ષે પણ તંત્રના અભિગમને આવકાર્યો
ભરૂચ શહેરના મહંમદપુરાથી ઢાલ સુધીના મહત્વના માર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા હળવી બની છે.તંત્ર દ્વારા માર્ગ પર સ્પ્રિંગ પોસ્ટ મુકાતા વાહન વ્યવહાર સરળતાથી પસાર થઈ રહ્યો છે.
ભરૂચ શહેરના મહંમદપુરાથી ઢાલ સુધીના વ્યસ્ત માર્ગ પર લાંબા સમયથી સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાને પગલે અંતે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ડિવાયડરના અભાવે આ વિસ્તારમાં વારંવાર ચક્કાજામની પરિસ્થિતિ ઊભી થતી હતી, જેના કારણે રોજિંદી મુસાફરી કરતા હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાતા હતા. પરંતુ તંત્ર દ્વારા નવા પગલાં રૂપે સ્પ્રિંગ પોસ્ટ મૂકવામાં આવતા વાહનવ્યવહાર સરળ બન્યો છે. સ્પ્રિંગ પોસ્ટ મૂકાયા બાદ વાહનો લેનમાં રહીને પસાર થતાં વાહનો સરળતાથી પસાર થઈ શકે છે.વિપક્ષ કોંગ્રેસે પણ તંત્રના આ પગલાનું સ્વાગત કર્યું છે. વિપક્ષ કોંગ્રેસના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે માર્ગ પર સ્પ્રિંગ પોસ્ટ મુકવાથી ટ્રાફિકજામની સમસ્યા હળવી બની છે ત્યારે અન્ય વિસ્તારોમાં પણ આ અભિગમ તંત્રએ દાખવવો જોઈએ.
Latest Stories