ભરૂચ: પિકઅવર્સમાં શહેરમાં ચક્કાજામની પરિસ્થિતિ,રોજિંદી સમસ્યાથી વાહનચાલકો ત્રસ્ત

ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે ત્યારે શહેરના કસક વિસ્તારમાં ફરી એકવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા

New Update
a
Advertisment
  • ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ

  • વિકટ બનતી ટ્રાફિકજામની સમસ્યા

  • કસક-કોલેજ રોડ- ભૃગુઋષિ ઓવરબ્રિજ પર ટ્રાફિકજામ

  • અનેક વાહનચાલકો અટવાયા

  • પોલીસ કડક કાર્યવાહી કરે એ જરૂરી

Advertisment
ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે ત્યારે શહેરના કસક વિસ્તારમાં ફરી એકવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા
ભરૂચ શહેરમાં ટ્રાફિક જામનો અજગરી ભરડો દિનપ્રતિદિન વધુ કસાઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.ભરૂચના કસક વિસ્તારમાં ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેના કારણે અનેક વાહન ચાલકો અટવાય છે.શહેરના કસક વિસ્તારમાં ટ્રાફિકજામના પગલે કોલેજ રોડ અને ભૃગુઋષિ ઓવરબ્રિજ પર પણ વાહનોની લાંબી કતારો લાગી હતી. સવાર અને સાંજના પિક અવર્સમાં ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠે છે. આડેધડ પાર્કિંગ અને બિસ્માર માર્ગોના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસ આ પરિસ્થિતિને હળવી બનાવવા કડક કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે.
Latest Stories