New Update
ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજીત જનજાતિય ગૌરવ દિવસ ઉજવણી કાર્યક્રમ અને "પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન અન્વયે જનજાતિય લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વારા સંવાદ કાર્યક્રમ તા.૧૫/૧૧/૨૦૨૪ ને શુક્રવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે સ્વામી નારાયણ મંદિર નેત્રંગ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાજયપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ધારાસભ્યો રિતેષ વસાવા, ઇશ્વરસિંહ , અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામી, રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.
Latest Stories