ભરૂચ: કલેકટર કચેરી નજીકના આઇકોનીક રોડ પર જ ટ્રક ફસાઈ, રૂ.80 લાખના ખર્ચે બનેલ માર્ગની કામગીરીમાં બેદરકારીના આક્ષેપ !

ભરૂચમાં ચોમાસાના આગમન સાથે જાણે સમસ્યાઓનું પણ મંડાણ થયું છે. માત્ર છૂટા છવાયા વરસેલા વરસાદના કારણે કલેકટર ઓસીડ નજીક રોડ બેસી જવાની ઘટના સામે આવી

New Update
  • ભરૂચમાં વરસાદના આગમનથી જ સમસ્યા શરૂ

  • કલેકટર કચેરી નજીક બન્યો બનાવ

  • ટ્રક રોડની બાજુમાં ફસાઈ

  • રૂ.80 લાખના ખર્ચે કરવામાં આવ્યું છે માર્ગનું નવીનીકરણ

  • માર્ગની કામગીરીમાં બેદરકારીના આક્ષેપ

Advertisment
ભરૂચમાં વરસાદના ટીઝરથી જ નગર સેવાસદનની પોલ ખુલી ગઈ છે. જિલ્લાભરનો વહીવટ જ્યાંથી ચલાવવામાં આવે છે એવી કલેકટર કચેરી બહાર જ માર્ગ પર ટ્રક ખાડામાં બેસી ગઈ હતી જેના પગલે નગર સેવાસદન અને તેના કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ છે.
ભરૂચ જિલ્લામાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયું છે પરંતુ ચોમાસાના આગમન સાથે જાણે સમસ્યાઓનું પણ મંડાણ થયું છે. માત્ર છૂટા છવાયા વરસેલા વરસાદના કારણે રોડ બેસી જવાની ઘટના સામે આવી છે. આજ રોજ સવારના સમયે કલેકટર કચેરી બહાર એક ટ્રક માર્ગની બાજુમાં ફસાઈ હતી. ભરૂચ નગર સેવાસદન દ્વારા તાજેતરમાં જ રૂપિયા 80 લાખના ખર્ચે આ આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ વરસાદમાં જ માર્ગની સાઇડનો ભાગ બેસી જતા લોડિંગ ટ્રકના બંને ટાયર ફસાઈ ગયા હતા જેના કારણે કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ છે.
સમગ્ર જિલ્લાનો વહીવટ જ્યાંથી ચલાવવામાં આવે છે એ કલેક્ટર કચેરી બહાર જ આ પ્રકારના દ્રશ્યો વિકાસની ચાળી ખાઈ રહ્યા છે. આ મામલે વિપક્ષ કોંગ્રેસના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા અને સ્થાનિક આગેવાન રાજુ પંડિત નગર સેવાસદન પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે. રૂપિયા 80 લાખ જેટલી માતબર રકમના ખર્ચે કલેકટર કચેરી આસપાસના માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું ત્યારે પ્રથમ વરસાદમાં જ આ પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે થયું તે સહિતના પ્રશ્નો તેઓ દ્વારા કરવામાં આવ્યા છે
કલેકટર કચેરી બહાર જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા નગર સેવાસદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ઘટના સ્થળ દોડી આવ્યા હતા અને કામગીરીમાં કચાશ ક્યાં રહી ગઈ તેનું નિરીક્ષણ કર્યું હતું.આ અંગે ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે કલેક્ટર કચેરી નજીક ચાર દિવસ પૂર્વે જ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ પુરાણ કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદમાં માટી બેસી જતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
હજુ તો આખુ ચોમાસુ માથે છે ત્યાં શહેરમાં પ્રથમ ગ્રાસે જ માક્ષિકા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કલેકટર કચેરી બહારના જ માર્ગ પર આવી તકલાદી કામગીરીના દ્રશ્યો જોવા મળે તો અંતરિયાળ વિસ્તારોમાં શું પરિસ્થિતિ હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.કામગીરીમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાકટર સામે કડક પગલા ભરી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.
Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.દ્વારા લગાવવામાં આવેલ સોલાર સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન, DGVCLનું કનેકશન જ ન અપાયું !

ભરૂચની આમોદ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલ સોલર સિસ્ટમ અને લાઈટ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે ત્યારે વિપક્ષ દ્વારા શાસકો પર આક્ષેપ કરવામાં આવ્યા છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • સોલાર સિસ્ટમ ધૂળ ખાતી અવસ્થામાં

  • ડીજીવીસીએલ દ્વારા કનેકશન જ ન અપાયું

  • વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા આક્ષેપ

  • સોલાર પેનલ ભંગાર થવાની સ્થિતિમાં

Advertisment
ભરૂચની આમોદ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલ સોલર સિસ્ટમ અને લાઈટ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે ત્યારે વિપક્ષ દ્વારા શાસકો પર આક્ષેપ કરવામાં આવ્યા છે
ભરૂચની આમોદ નગરપાલિકાનો એક બાદ એક નવો જ વિવાદ સામે આવી રહ્યો છે.તાજેતરમાં જ કોન્ટ્રાકટરના બાકી બિલના નાણા બાબતે કમિશનના આક્ષેપ કરાયા બાદ હવે વધુ એક બેદરકારી સામે આવી છે.આમોદ નગરમાં રૂ.80 લાખમાં ખર્ચે સોલર સિસ્ટમ અને લાઈટ લગાવવામાં આવી છે જો કે આ અંગે વિપક્ષના આક્ષેપ અનુસાર સોલર સિસ્ટમ લગાવ્યાના 1 વર્ષ બાદ પણ તેનું જોડાણ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આપવામાં આવ્યું નથી આથી પ્રજાના રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે. આમોદના મલ્લા તલાવડી પાસેના ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનની છત પર તેમજ તાલુકા પંચાયત વિસ્તારમાં આવેલ જુના શોપિંગ સેન્ટરની છત પર, બીજી તરફ ચામડીયા સ્કૂલને અડીને આવેલ શોપિંગની છત પર લગાવવામાં આવેલ સોલર પેનલ ભંગાર બનવાની તૈયારીમાં છે ત્યારે નગર સેવા સદન દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.
Latest Stories