New Update
ભરૂચના જંબુસરમાં આયોજન
તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો
મોટી સંખ્યામાં લોકો જોડાયા
ભગવાન વિષ્ણુનું પૂજન કરાયુ
ભગવાનની શોભાયાત્રાનું પણ આયોજન
ભરૂચના જંબુસર ખાતે દેવ ઉઠી એકાદશીની ભવ્ય ઉજવણી સાથે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
ભરૂચના જંબુસર નગરના ગણેશ ચોક વિસ્તારમાં મઢીવાળી ખડકી સ્થિત કૃષ્ણ મંદિરે તથા રામજી મંદિરે તુલસી વિવાહનો દિવ્ય પ્રસંગ સંપન્ન થયો હતો. કાછિયા પટેલ સમાજ દ્વારા લાલજી મહારાજ અને નકલંકદેવ ભગવાનનો વરઘોડો મંદિરેથી ડીજેના તાલે,ભક્તિ રસના સથવારે નીકળી નગરના ગણેશ ચોક, ઉપલી વાટ ,મુખ્ય બજાર, સોની ચકલા, લીલોતરી બજાર થઈ પરત મંદિર ખાતે આવી પહોંચ્યો હતો. અને ભાવિ ભક્તો ઝુમી ઊઠ્યા હતા. કૃષ્ણ મંદિર ખાતે મનનભાઈ દીપકભાઈ પટેલ તથા આતિશભાઈ દીપકભાઈ પટેલ અને રામજી મંદિર ખાતે પ્રજ્ઞેશભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ તથા હર્ષદભાઈ નટવરભાઈ પટેલ યજમાન પદે બિરાજી ભગવાન નકલંદેવ તથા લાલજી મહારાજની પૂજાનો લાભ પ્રાપ્ત કર્યો હતો.