ભરૂચ : ચાવજ ગામે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહનું આયોજન, સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં જોડાશે

ભરૂચ જિલ્લાના ચાવજ ગામ ખાતે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગે સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરશે.

New Update
  • ચાવજમાં તુલસી વિવાહનું આયોજન

  • માલધારી સમાજ દ્વારા કરાયું આયોજન

  • સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં જોડાશે

  • હલદરવાથી ભગવાનની નીકળશે જાન

  • ચાવાજમાં ભગવાનના લગ્નનો પ્રસંગ ઉજવાશે

ભરૂચ જિલ્લાના ચાવજ ગામ ખાતે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગે સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરશે.

ભરૂચ જિલ્લામાં માલધારી સમાજ દ્વારા દર વર્ષે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રામનગર હલદરવા નિવાસી કમલેશ રેવાભાઇ બોળીયાના ઘરેથી ભગવાનની જાન જોડી ચાવજ મુકામે ભોજા ધુધાભાઈ મેર "ભરવાડ"ના ઘરે જાન પહોંચશે. અને ભગવાનના લગ્નનો પ્રસંગ યોજાશે. ત્યારે આ તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો જોડાશે. આ પાવન પ્રસંગને અનુરૂપ  રામનગર હલદરવા નિવાસી કમલેશ બોળીયાના ઘરે ભગવાનની આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,સાગર પટેલ સહિતના સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories