New Update
ભરૂચની દુધધારા ડેરીનો ચૂંટણી જંગ
ભાજપના જ 2 દિગગજ નેતા આમને સામને
ચેરમેન ઘનશ્યામ પટેલે પેનલ ઉતારી
ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પણ પેનલ ઉતારી
મહેશ વસાવાએ પણ ભર્યું ઉમેદવારીપત્ર
સહકારી ક્ષેત્રે અગ્રગણ્ય ભરૂચની દૂધધારા ડેરીની આ વખતની ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે. 17 વર્ષથી ડેરીનું સુકાન સંભાળતા ભાજપના જ દિગગજ નેતા ઘનશ્યામ પટેલની પેનલનો સીધો જંગ ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલ સાથે ખેલાશે
ભરૂચ-નર્મદા જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદક સંસ્થા દુધધારા ડેરીની વ્યવસ્થાપન સમિતિની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ ચૂંટણીમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓ – ધારાસભ્ય અરૂણસિંહ રણા અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.ચૂંટણીમાં રંગ વધુ ચઢ્યો છે કારણ કે આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ અપક્ષ પેનલ ઉતારી અરૂણસિંહ રણા સામે મોરચો ખોલવાની જાહેરાત કરી છે.ફોર્મ ભર્યા બાદ મીડિયા સમક્ષ વાત કરતાં મહેશ વસાવાએ અરૂણસિંહ રણા અને તેમની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈ પર ગંભીર આક્ષેપો કર્યા. મહેશ વસાવાએ જણાવ્યું હતું કે અરૂણસિંહ ભ્રષ્ટાચારી છે અને પ્રકાશ દેસાઈ ગુનેગાર છે.
આક્ષેપો બાદ અરૂણસિંહ રણાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, મારો પુત્ર માત્ર મતદાર છે, ઉમેદવાર નથી.જવાબી પ્રહાર કરતાં અરૂણસિંહની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈએ કહ્યું કે ઝઘડિયામાં ભગવો લહેરાતા મહેશ વસાવા રઘવાયા બન્યા છે.
દુધધારા ડેરીની આ ચૂંટણીમાં ભાજપની આંતરિક ટક્કર સાથે મહેશ વસાવાની એન્ટ્રી બાદ સ્પર્ધા વધુ રસપ્રદ બનતી દેખાઈ રહી છે.ભાજપના જ બે દિગગજ નેતા સહકારી ક્ષેત્રમાં આમને સામને આવી ગયા છે ત્યારે બાજી કોણ મારશે એ તો આવનાર સમય જ બતાવશે
Latest Stories