New Update
ઝઘડિયાના વઢવાણા ગામનો બનાવ
જમીનનું ધોવાણ થતા બે મકાનો ધસી પડ્યા
નર્મદા નદી કિનારે થયું જમીનનું ધોવાણ
બે પરિવારનો થયો આબાદ બચાવ
અસરગ્રસ્તો દ્વારા આવાસની કરાઈ માંગણી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામે નવાપુરા ફળિયામાં નર્મદા નદી કિનારે જમીનનું ધોવાણ થતા બે મકાન તેમાં ધસી પડયા હતા.જેના કારણે બે પરિવારોએ છત ગુમાવી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામે નવાપુરા ફળિયામાં આવેલા બે મકાનો એકા એક નર્મદા નદીમાં ઢસડી પડ્યા હતા,નવાપુરા ફળિયામાં રહેતા મંગા સનાભાઈ વસાવા,તેમજ ચીમન ચુનીયાભાઈ વસાવાનાઓનું મકાન નર્મદા નદી કિનારે આવેલું હોવાથી ભારે જમીન ધોવાણ થઈ રહ્યું હતું.જેના કારણે તારીખ ૮મી ના રોજ આ મકાનો તૂટી પડ્યા હતા
મકાનમાં રહેલ ઘરવખરીનો સામાન નર્મદા નદીમાં દબાઈ ગયો હતો,જોકે ઘરમાંથી પરિવારજનો સમય સૂચકતા સાચવી બહાર નીકળી જતા કોઈ જાનહાની થવા પામી ન હતી, અસરગ્રસ્ત મકાન માલિકોએ સરકાર પાસે આવાસ યોજના માંથી મકાન તેમજ બીજી કોઈ અન્ય સહાય મળે તેવી માંગ કરી હતી,અને હાલ પૂરતી તેઓના રહેવાની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.
આ જગ્યાની આજુ બાજુમાં આવેલા અન્ય મકાનો પણ ભવિષ્યમાં નર્મદા નદીમાં ઢસડી પડે એવી દહેશત વર્તાઇ રહી છે.ઘટનામાં અસરગ્રસ્ત મકાન માલિકોની જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયાએ મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત પરિવારો યોગ સહાય મળે તે માટે તલાટી અને સરપંચને જરૂરી સૂચનો કર્યા હતા.
Latest Stories