/connect-gujarat/media/media_files/2026/02/09/kit-mvit-2026-02-09-15-55-10.png)
ભરૂચના ઉમેર મુસા ફાઉન્ડેશન દ્વારા પવિત્ર રમઝાન માસ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને રમઝાન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યનો મુખ્ય હેતુ ગરીબ તથા આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને રમઝાન દરમ્યાન જરૂરી ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો હતો.
ઉમેર મુસા ફાઉન્ડેશન દ્વારા વિતરણ કરાયેલ રમઝાન કીટમાં લોટ, ચોખા, દાળ, ખાંડ, તેલ સહિતની આવશ્યક ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફાઉન્ડેશનના સભ્યો દ્વારા સ્વયં હાજરી આપી વ્યવસ્થિત રીતે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઝુલ્ફીકાર પટેલ, સલમાન પટેલ, સાહિલ તેમજ રસિદ પટેલ અને હિતેશ સોલંકી તેમની ટીમ સાથે હાજર રહી કીટ વિતરણ કાર્યમાં ઉમેર મુસા ફાઉન્ડેશનને મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. આ અવસરે ઉમેર મુસા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, સમાજમાં સેવા અને સહકારની ભાવના વિકસે તે હેતુથી ફાઉન્ડેશન દ્વારા આવા માનવસેવી કાર્યો સતત કરવામાં આવે છે, અને ભવિષ્યમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફાઉન્ડેશન દ્વારા 2 મહિના પહેલા કંથારિયા ગામના દલાલ હોલ ખાતે 13 દીકરીઓના સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, અને તેમને ઘર વપરાશનો સંપૂર્ણ સામાન આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સ્થાનિકોએ પણ ઉમેર મુસા ફાઉન્ડેશનના આ સેવા કાર્યને બિરદાવ્યું હતું. આવનાર સમયમાં સંસ્થા વધુમાં વધુ લોકોને મદદરૂપ થશે તેમ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ મુમતાજ ઉંમર મુસા પટેલએ જણાવ્યું હતું.