ભરૂચ: કતોપોર બજારમાં બેકાબુ ટેમ્પાએ 3 વાહનોને લીધા અડફેટે, ઇજાગ્રસ્ત મહિલાનું મોત

ભરૂચના કતોપોર બજાર વિસ્તારમાં બેકાબુ બનેલા ટેમ્પાએ ત્રણથી વધુ વાહનોને અડફેટમાં લીધા હતા.જેમાં એક મહિલાને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના પગલે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા.

New Update
  • ભરૂચના કતોપોર બજારનો બનાવ

  • બેકાબુ ટેમ્પાના કારણે અકસ્માત

  • 3 વાહનોને લીધા અડફેટે

  • સારવાર દરમ્યાન મહિલાનું મોત

  • પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કતોપોર બજાર વિસ્તારમાં બેકાબુ બનેલા ટેમ્પાએ ત્રણથી વધુ વાહનોને અડફેટમાં લીધા હતા.જેમાં એક મહિલાને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના પગલે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા.
વડોદરાના ધનિયાવી ખાતે રહેતો પરિવાર ભરૂચના કતોપોર બજારમાં ખરીદી માટે આવ્યો હતો.આ સમયે ગતરોજ રાત્રીના તેઓ બજારમાં ફરી રહ્યા હતા તે સમયે ભરૂચના આમોદ ખાતે રહેતા આઈસર ટેમ્પો ચાલક ઇમરાન ઈકબાલ પટેલ ટેમ્પોમાં લાકડા ભરીને કતોપોર બજાર તરફ જઈ રહ્યો હતો.આ સમયે તેણે  સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં ટેમ્પો પુરઝડપે હંકારી લાવી માર્ગ પર ચાલતી મહિલા ફરજના ઉસ્માન યાકુબ કારભારીને અડફેટેમાં લેતા તે ટેમ્પોના નીચે આવી ગઈ હતી.જેમાં મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જો કે મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ટેમ્પો ચાલકે બીજા ત્રણ જેટલા વાહનોને પણ અડફેટમાં લેતા વાહનને નુકશાન પહોચ્યું હતું.આ મામલે બી ડીવીઝન પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.