ભરૂચ: નેત્રંગ પંથકમાં અનરાધાર 3.5 ઇંચ વરસાદ, માર્ગો પર પાણી જ પાણી નજરે પડ્યું

સૌથી વધુ વરસાદ નેત્રંગ પંથકમાં ખાબક્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નેત્રંગ પથકમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • ભરૂચ જિલ્લામાં અનરાધાર વરસાદ

  • સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

  • સૌથી વધુ નેત્રંગ પંથકમાં વરસાદ

  • 3.5 ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચના નેત્રંગ પંથકના સામેલા ધાર વરસાદ વરસતા જળબંબાકાર ની પરિસ્થિતિનું નિર્માણ થયું છે વરસાદી પાણીના કારણે વિવિધ માર્ગો પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ નેત્રંગ પંથકમાં ખાબક્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નેત્રંગ પથકમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો જેના પગલે મોવી ગામથી ડેડીયાપાડા જતા માર્ગ પર આવેલ નાળુ વરસાદી પાણીના કારણે ધોવાઈ ગયું હતું.નાળા પરથી પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર અર્થે બંધ થઈ ગયો હતો.

બીજી તરફ નેત્રંગના ચોકલા અને પઠાર ગામ વચ્ચે અમરાવતી ખાડીના પાણી નાળા પરથી ફરી વળ્યા હતા જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. નેત્રંગ પંથકમાં ખાબકેલ ભારે વરસાદના પગલે નેત્રંગ નજીક વાલીયા  અંકલેશ્વર  માર્ગ પર ડાયવર્ઝન પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. એસટી બસ સહિતનો વાહન વ્યવહાર થંભી ગયો હતો જેના કારણે મુસાફરો પણ અટવાયા હતા. નેત્રંગ પંથકમાં વરસેલ વરસાદના કારણે નદી નાળા જીવંત થઇ ઉઠ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.