New Update
ભરૂચમાં ભાજપ દ્વારા કરવામાં આવ્યું આયોજન
વાગરા વિધાનસભા ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે કરાયુ આયોજન
સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
ભાજપના આગેવાનોએ આપી હાજરી
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોના સ્નેહમિલન સંમેલનનું આયોજન નવ વર્ષ નિમિતે કરવામાં આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન નવી ઉર્જા,નવીન ઉમંગ, અને ઉત્સાહ સાથે વીતે એવી ભાવના સાથે ભરુચની રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભા ક્ષેત્રનું સ્નેહમિલન સમેલન સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયું હતું.રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત સ્નેહ મિલન સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.સ્નેહમિલન સમારોહમાં ભાજપ સરકાર પાસે લોકોની સમસ્યાનું નિવારણ હોવાનું કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ લોક કલ્યાણ કાર્યોનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તેવા પ્રયત્નો તમામ કાર્યકર્તાઓ કરવા અગ્રણીઓએ આહવાન કર્યું હતું