New Update
/connect-gujarat/media/media_files/2025/10/26/angukruy-2025-10-26-17-26-24.png)
ભરૂચ સ્થિત આચાર્યજી શ્રી મહાપ્રભુજીની બેઠક ખાતે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમના પર્વ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ ખાતે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની 54મી બેઠક ખાતે વર્તમાન શુધ્ધાદેત તૃતીય પીઠાધીશ કાંકરોલી નરેશ તિલકાયત પ.પૂ.ગૌ 108 શ્રી પરાગકુમાર મહારાજશ્રી,ઉપરાંત પ.પૂ 105 શ્રી નેમિષકુમાર મહારાજશ્રીની આજ્ઞા અનુસાર તેમજ તેમની મંગલ ઉપસ્થિતિમાં અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ભરૂચ ઉપરાંત સુરત,વડોદરા સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.અને અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદીનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.