New Update
ભરૂચની વિલાયત જીઆઈડીસીમાં આવેલી આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીના ફાયબર પ્લાન્ટમાં આગ લાગતા કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી
ભરૂચની વિલાયત GIDCમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપની આવેલી છે જેમાં આજે સવારે કંપનીના ફાયબર પ્લાન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી હતી.આગ એટલી વિકરાળ હતી ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા.ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો અને એક થી દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.બનાવની જાણ થતાની સાથે જ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ પણ પહોંચ્યા હતા. કંપનીના EDTA પ્લાન્ટમાં ફાયબર ડક્ટમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.
Latest Stories