ભરૂચ : જુના તવરા ગામે 15 દિવસથી પોસ્ટ વિભાગની કામગીરી ખોરંભે ચડતા ગ્રામજનોને હાલાકી

ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે પોસ્ટ વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસથી ટપાલ સેવા નહીં મળતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

New Update
  • જૂના તવરામાં પોસ્ટની સેવા ખોરંભાઈ 

  • 15 દિવસથી ટપાલ વિતરણ બંધ

  • પોસ્ટ વિભાગ સામે સ્થાનિક ગ્રામજનોમાં રોષ

  • કર્મચારી ગેરહાજર રહેતા સર્જાય સમસ્યા

  • ગ્રામજનોએ પોસ્ટ ઓફિસનો કર્યો ઘેરાવ    

ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે પોસ્ટ વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસથી ટપાલ સેવા નહીં મળતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ પોસ્ટ ઓફિસમાં ટપાલના ઢગલા જોવા મળ્યા હતા.જરૂરી ડોક્યુમેન્ટ છેલ્લા 15 દિવસથી ન મળતા સ્થાનિક  લોકોએ પોસ્ટ ઓફિસ પર દોટ મૂકી ત્યારે પોસ્ટ ઓફિસમાં ટપાલોનો ખડકલો  જોવા મળ્યો હતો.ત્યારે પોસ્ટ ઓફિસ પર ફરજ પર રહેલા ખુશી પ્રજાપતિએ  જણાવ્યું હતું કે છેલ્લા 12 તારીખથી ટપાલ વિતરણ કરતા ગૌરવ મોહનભાઈ પટેલ પોસ્ટ ઓફિસ પર હાજર થયા નથી.આ બાબતની જાણ વારંવાર ભરૂચ હેડ ઓફિસે પણ કરી છે.

જોકે હેડ ઓફિસથી પણ આ બાબત અંગે કોઈ ધ્યાન આપવામાં ન આવતા આજે ગામ લોકોએ તવરા પોસ્ટ ઓફિસ પર એકત્ર થઈ પોસ્ટ ઓફિસનો ઘેરાવો કર્યો હતો.ત્યારે આખરે ભરૂચ સબ ડિવિઝનના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ  અર્જુનસિંહ ચાવડાએ પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતીઅને તેઓએ ટૂંક સમયમાં ગ્રામજનોની સમસ્યાનો અંત આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.

Latest Stories