ભરૂચ: વાલિયા પોલીસે રૂંધા ગામ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ

બાતમી વાળી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી મોપેડ ઉપરથી વિદેશી દારૂની 85 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 8 હજારનો દારૂ અને મોપેડ મળી કુલ 43 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

New Update
valia Police
ભરૂચની વાલિયા પોલીસે રૂંધા ગામના બસ સ્ટેશનથી ઉભારીયા તરફ જતા માર્ગ ઉપરથી મોપેડ પર લઈ જવાતા વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો ભરૂચની વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વડ  ગામેથી ડિયો મોપેડના પગ મુકવાની જગ્યા પર પ્લાસ્ટિકના થેલામાં વિદેશી દારૂનો જથ્થો ભરી રૂંધા ગામ તરફ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે રૂંધા ગામના બસ સ્ટેશસનથી ઉભારીયા તરફ જતા માર્ગ ઉપર વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમી વાળી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી મોપેડ ઉપરથી વિદેશી દારૂની 85 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 8 હજારનો દારૂ અને મોપેડ મળી કુલ 43 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને રૂંધા ગામના લિંમડી ફળિયામાં રહેતો બુટલેગર અજય ઉર્ફે પોણીયો જીવણ વસાવાને ઝડપી પાડ્યો હતો.
Latest Stories