ભરૂચ: વાલિયા પોલીસે કોંઢ ગામે જુગાર રમતા ત્રણ જુગારીની કરી ધરપકડ, રૂ.1.60 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચની વાલીયા પોલીસે કોંઢ ગામના મોરા ફળીયામાં કબ્રસ્તાનની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

New Update
aa

ભરૂચની વાલીયા પોલીસે કોંઢ ગામના મોરા ફળીયામાં કબ્રસ્તાનની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

ભરૂચના વાલિયા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કોંઢ ગામના મોરા ફળીયામાં કબ્રસ્તાનની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં આંબાના ઝાડ પાસે જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા 10 હજાર અને એક્ટિવા તેમજ બે ફોન મળી કુલ 1.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ત્રણ જુગારી સાજીદ કડીવાલા,મગન વસાવા તેમજ હિરેન વસાવાને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય ચાર જુગારીને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.