ભરૂચ: વાલિયા પોલીસે અંકલેશ્વર ખાતેથી ગુમ થયેલ બાળકીનું પરિવારજનો સાથે કરાવ્યું મિલન

વાલિયા પોલીસ મથકની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન વાલીયા તાલુકાના રૂંધા ગામે એક અજાણી બાળકી મળી આવી હોવાની માહિતી પોલીસને મળી હતી....

New Update
Missing Girls
ભરૂચના વાલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.તોમરે વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ રાખી ગુમ થયેલા બાળકોને શોધવા સુચના આપી હતી. વાલિયા પોલીસ મથકની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન વાલીયા તાલુકાના રૂંધા ગામે એક અજાણી બાળકી મળી આવી હોવાની માહિતી પોલીસને મળતા પોલીસકર્મીઓએ ગામમાં પહોંચી બાળકીની પૂછતાછ કરતા ખુલાસો થયો હતો
આ બાળકી અંકલેશ્વર ગડખોલ પાટીયા બ્રીજ નીચે પોતાની દાદી સાથે રહેતી હોય અને તે ગડખોલ પાટીયા બ્રીજ નીચેથી બે દિવસ પહેલા પોતાની ફોઇના ઘરે જવા માટે નિકળેલ હતી અને રસ્તો ભુલી જતા ચાલતી ચાલતી ગામમાં પહોંચી હોવાનું બહાર આવતા પોલીસે બાળકીનું તેની દાદી સાથે મિલન કરાવ્યું હતું.