ભરૂચ: નર્મદા નદીનું જળસ્તર 19 ફૂટે પહોંચ્યું, સમગ્ર પરિસ્થિતિ પર તંત્રની નજર

ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે.

New Update
  • ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તરમાં વધારો

  • નદીનું જળસ્તર 19 ફૂટે પહોંચ્યું

  • નર્મદા ડેમમાંથી છોડવામાં આવે છે પાણી

  • નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ

  • ભયજનક સપાટી 24 ફૂટ

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 19 ફૂટે પહોંચ્યું હતું

ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે. આજરોજ નર્મદા નદીનું જળસ્તર 19 ફૂટ સુધી પહોંચ્યું હતું નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે ત્યારે સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.કાંઠા વિસ્તારના ૨૦ થી વધુ ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી આજરોજ પાણીની આવક ઘટતા હવે લગભગ દોઢ લાખ જેટલું પાણી છોડાવી રહ્યું છે જેના પગલે ભરૂચ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઘટાડો નોંધાય તેવી શક્યતા છે.

Latest Stories