New Update
/connect-gujarat/media/media_files/2025/06/26/images-4-2025-06-26-09-15-44.jpeg)
ભરૂચના વાલિયા તાલુકા ભાજપ પ્રમુખનું વોટ્સએપ હેક કરી સાયબર ઠગોએ લિંક PDF ફોન લિસ્ટના કોન્ટેક્ટમાં ફોરવર્ડ કરી બીભત્સ મેસેજ કરતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના વાલિયા ખાતે રહેતા અને વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ વાલિયા ગામના ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ ગત તારીખ-24મી જુનના રોજ રાતે પરિવાર સાથે સુઈ ગયા હતા તે દરમિયાન મોડી રાતે 2 કલાકે અજાણ્યા સાયબર ઠગોએ તેઓનું વોટ્સએપ હેક કરી તેમાં રહેલા 2500 થી 3 હજાર કોન્ટેક્ટ લિસ્ટમાં હિન્દીમાં આપકે ઔર હમારે પ્યાર ભરે પલ,બીતે.opk 1.8 mb.APK અને દેખ કર તો યાદ આભી ગયા હોગાના બે મેસેજ સહિત એક પી.ડી.એફ લિંક ફોરવર્ડ કરી બીભત્સ મેસેજ ફેલાવવામાં આવ્યો હતો.આ અંગેની પૃથ્વીરાજસિંહ ગોહિલને તેઓના કોન્ટેક્ટ લિસ્ટના નંબર પરથી ફોન આવતા તેઓને ઘટનાની જાણ થઈ હતી.જેથી તેઓએ પોતાના વોટ્સએપને હેક કરી સાયબર ઠગોએ બીભત્સ મેસેજ કર્યા હોવા સાથે પોતે સાયબર હુમલાના શિકાર બન્યા હોવાનું માલુમ પડ્યું હતું.જેથી તેઓએ વાલિયા પોલીસ મથકે સાયબર ઠગો વિરુદ્ધ અરજી આપી હતી. અને લોકોને આવી લિંક કે મેસેજથી સાવધાન રહેવા અપીલ કરી હતી.