સ્વરછતા સર્વેક્ષણ 2024નું પરિણામ જાહેર
ઇન્દોર દેશનું સૌથી સ્વરછ શહેર
ભરૂચ રાજયમાં 61માં ક્રમે
અંકલેશ્વર 13માં ક્રમે
વેસ્ટ સેગ્રીગેશનમાં પાછળ પડ્યા
સ્વચ્છતા સર્વેક્ષણ 2024 માં ભરૂચ શહેર ગત વર્ષ કરતા 48 નંબરનો ધબડકા સાથે 61 માં ક્રમે અને અંકલેશ્વર 50 ક્રમનો હાઇજમ્પ લગાવી 13માં ક્રમે રાજ્યમાં રહ્યું છે
પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ વર્ષ 2024 માટે સ્વચ્છતા સર્વેક્ષણના જારી કરાયેલા આકડાઓમાં ભરૂચ શહેર 61 માં ક્રમાંક સાથે સ્વચ્છતામાં 48 સ્થાન નીચે ઉતર્યું છે. જ્યારે અંકલેશ્વર શહેરે સ્વચ્છતામાં 13 મો નંબર મેળવી ગત વર્ષ કરતા 50 સ્થાન ઊંચે ચઢ્યું છે.
જ્યારે આમોદે 91 મો અને જંબુસર નગરે 58 મો ક્રમ રાજ્યમાં હાંસલ કર્યો છે.ભરૂચ અને અંકલેશ્વર શહેરનો 11 માંથી 9 કેટેગરીમાં દેખાવ એકંદરે સારો રહ્યો હતો. જોકે સોલિડ વેસ્ટ નિકાલને લઈ ક્લીનનેસ સ્કોરમાં પછડાટ ખાવો પડ્યો હતો. વેસ્ટ સેનીગ્રેશન અને પબ્લિક ટોયલેટ રેન્કિંગમાં પછડાટે ભરૂચને ઘણું પાછળ ધકેલ્યું.
દેશમાં ભરૂચ 144 માં સ્થાને રહ્યું હતું. જ્યારે અંકલેશ્વર રીજનલમાં 52 જંબુસર ઝોનમાં 172 અને આમોદ રીજનલમાં 394 માં ક્રમે રહ્યું છે. ભરૂચ જિલ્લાની ચાર નગરપાલિકાને વસ્તી પ્રમાણે એ,બી કેટેગરીમાં સુરત ઝોનમાં વર્ગીકૃત કરાઈ છે.