ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે "વુમન્સ અવેરનેસ" સેમિનાર યોજાયો, મહિલા PSI વૈશાલી આહીર રહ્યા ઉપસ્થિત...

ભારત સરકારે દેશભરમાં મહિલાઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે નોંધપાત્ર પગલું ભર્યું છે. ગુજરાત રાજ્યમાં પણ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ સતર્ક બન્યું છે, 

New Update

વિદ્યાર્થીનીઓ માટે "વુમન્સ અવેરનેસ" સેમિનારનું આયોજન, મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ અંગે માર્ગદર્શન અપાયું

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે "વુમન્સ અવેરનેસ" સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા PSI વૈશાલી આહીરએ મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

ભારત સરકારે દેશભરમાં મહિલાઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે નોંધપાત્ર પગલું ભર્યું છે. ગુજરાત રાજ્યમાં પણ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ સતર્ક બન્યું છે, ત્યારે ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે વિદ્યાર્થીનીઓ માટે "વુમન્સ અવેરનેસ" સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોલેજ પરિવાર દ્વારા મહિલા PSI વૈશાલી આહીર સહિતના પોલીસકર્મીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહિલા PSI વૈશાલી આહીરએ મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. એટલું જ નહીં, મહિલાઓની સેફટી અને સાયબર ક્રાઇમ અવેરનેસ વિષય ઉપર પણ વિદ્યાર્થિનીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

મહિલાઓ માટે સુરક્ષિત અને સશક્ત વાતાવરણ ઊભું કરવા કાયદાના અમલીકરણ, હેલ્પલાઈન, પુનર્વસન અને માનસિક સ્વાસ્થ્ય સહાયતાને સંકલિત કરતાં ભરૂચ પોલીસના બહુઆયામી અભિગમને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના મેનેજમેન્ટે બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે મહિલા PSI વૈશાલી આહિર, કોન્સ્ટેબલ જસવંત ખાત, મહિલા કોન્સ્ટેબલ હીના દલસનિયા, હેતલ પ્રજાપતિ, લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના આચાર્યા નિધિ ચૌહાણ સહિત કોલેજ પરિવાર તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી.

Latest Stories