ભરૂચ : જુના નેશનલ હાઇવે માર્ગનાં ડિવાઈડર પર રિફ્લેક્ટર લગાડવાની કામગીરી પુરજોશમાં,વાહન ચાલકોને રાહત

ભરૂચ અંકલેશ્વર વચ્ચે જુના નેશનલ હાઇવે પરના માર્ગનું તાજેતરમાં જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું,જેના કારણે વાહનોની અવરજવરમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, 

New Update
  • ભરૂચ અંકલેશ્વર માર્ગ પર તંત્ર દ્વારા કામગીરી

  • રસ્તાનું તાજેતરમાં થયું હતું નવીનીકરણ

  • રાતે વાહન ચાલકોમાં અકસ્માતનો હતો ભય

  • મોડે મોડે તંત્ર દ્વારા રાહતરૂપ કામગીરી શરૂ

  • ડિવાઈડર પર લગાડવામાં આવ્યા રિફલેક્ટર  

ભરૂચ અંકલેશ્વર વચ્ચેના જુના નેશનલ હાઇવે પર માર્ગના નવીનીકરણ બાદ વાહનોની અવરજવરમાં વધારો થયો છે,અને હાલમાં આ માર્ગ વચ્ચેના ડિવાઈડર પર રિફ્લેક્ટર લગાડવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે,જે વાહન ચાલકો માટે રાહતરૂપ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ભરૂચ અંકલેશ્વર વચ્ચે જુના નેશનલ હાઇવે પરના માર્ગનું તાજેતરમાં જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું,જેના કારણે વાહનોની અવરજવરમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતોખાસ કરીને આ માર્ગ પરથી રાતના સમયે પસાર થતા વાહન ચાલકોને સામેથી આવતા વાહનની લાઈટ સીધી જ આંખ પર પડતા અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો,જોકે આ સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ડિવાઈડર પર રિફ્લેક્ટર લગાડવાની કામગીરી કરવામાં આવી રહી છે.જે કામગીરીને વાહન ચાલકો બિરદાવી રહ્યા છે.

આ માર્ગ પર તંત્ર દ્વારા રિફ્લેક્ટર લગાડવામાં આવ્યા છે,જે આવકાર દાયક છે.પરંતુ વર્ષોથી આ માર્ગ પર સ્ટ્રીટ લાઇટનો અભાવ છે,ત્યારે વાહન ચાલકોની વર્ષો જૂની માંગ પર પણ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી લાગણી પણ વાહન ચાલકો વ્યક્ત કરી રહ્યા છે. 

ભરૂચ અંકલેશ્વર વચ્ચે એકબીજાની વિરુદ્ધ દિશામાંથી દોડતા વાહન ચાલકોમાં રાતના સમયે રિફ્લેક્ટરના અભાવને કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો.જોકે મોડે મોડે પણ તંત્ર દ્વારા ડિવાઈડર પર રિફ્લેક્ટર લગાડવામાં આવતા વાહન ચાલકોએ રાહતનો અનુભવ કર્યો હતો.

Latest Stories