New Update
-
મજદૂર સંઘ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
-
વિવિધ પડતર પ્રશ્ને આવેદનપત્ર પાઠવાયું
-
બજેટમાં યોગ્ય જાહેરાત ન કરાય હોવાના આક્ષેપ
-
સમાન વેતન અને સામાજિક કવચની માંગ
-
મોટી સંખ્યામાં સભ્યો જોડાયા
ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પ્રશ્નોના નિરાકરણ ની માંગ કરાઈ હતી.
ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન સ્કીમ વર્કરના વ્યાપક પ્રશ્નો અંગે ગુજરાત સરકાર સાથે બજેટ પૂર્વે મહત્વની બેઠકમાં રજૂ કર્યા હતા આ બાદ પણ એક પણ જાહેરાત નથી કરવામાં આવી એના થી ઊલટું પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનામાં તો રજૂ કરેલ પ્રશ્ન ઉકેલને બદલે આ યોજનામાં હજારો રસોયા મદદનીશ સહિતના કર્મીઓને નકારાત્મક રીતે પ્રતિભાવ કરતો નિર્ણય બજેટમાં યોજનાને ખાનગી સંસ્થાને 551 કરોડના ખર્ચે રસોડા બનાવીને કોન્ટ્રાક્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સ્કીમ વર્કરના કામદારોને સરકારી કર્મચારીઓ સમાન વેતન અને સામાજિક સુરક્ષા કવચ આપો, એપીએસ 95 પેન્શન ઓછામાં ઓછું 5,000 આપવો, ઇપીએફ વેતન મર્યાદા ₹30,000 કરવી અને ઇ એસ આઇ સી વેતન સીમા રૂપિયા ૪૨ હજાર કરવાની માંગ કરવામાં આવી છે
Latest Stories