ભરૂચ : સ્વસ્થ ગુજરાત,મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાતની જનતાને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુક્ત રાખવા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

New Update
  • યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

  • મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત આયોજન

  • યોગ પ્રત્યે ઉત્સાહ વધારવા માટેનો ઉદ્દેશ્ય

  • 300 જેટલા યોગીભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા

  • યોગ કોચ અને યોગ સાધકોને સન્માનિત કરાયા 

ભરૂચમાં સ્વસ્થ ગુજરાત,મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. મેદસ્વિતા અંગે જાગૃત અને આવનારી પેઢીમાં યોગ પ્રત્યે ઉત્સાહ વધારવા માટેના ઉદેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાતની જનતાને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુક્ત રાખવા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ચેરમેન શીશપાલજીના માર્ગદર્શન હેઠળ જાગૃતિના અર્થ યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ યોગ સંવાદનો હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતિ આવે અને લોકો યોગ કરતા થાય તે માટે છે,કાર્યક્રમનું માર્ગદર્શન ઝોન કોઓર્ડીનેટર પારુલ પટેલ અને આયોજન ભરૂચના જિલ્લા કોઓર્ડિનેટર બીનીતા પ્રજાપતિ દ્વારા જીએનએફસી લેડીઝ ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના બીજેપીના પ્રમુખ તેમજ જીએનએફસીના એડિશનલ જનરલ મેનેજર તેમજ ડીવાયએસઓ અને ડીવાયએસપી અગ્રણી મહેમાન તરીકે હાજર રહ્યા હતા. ઉપરાંત જિલ્લાની એનજીઓ અને અન્ય સંસ્થાઓમાંથી પણ મહેમાનો હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. 300 જેટલા યોગીભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા,તેમજ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી અને યોગ કોચ અને યોગ સાધકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના આયોજનમાં એક્ટિવ યોગ ટ્રેનર કૃપા પટેલ,સુરેન્દ્ર ચૌહાણસોશિયલ મીડિયા કોર્ડીનેટર ભાવિકા ઠક્કર અને ટીમે મહત્વની કામગીરી કરી હતી.

Latest Stories