ભરૂચ : ઝાડેશ્વર નદી કિનારે બેસેલા યંગ કપલને થયો નકલી પોલીસનો ભેટો,ભેજાબાજની  LCBએ કરી ધરપકડ

ભરૂચના ઝાડેશ્વર શીતળા માતાના મંદિર પાસે નદી કિનારે એક યુગલને નકલી પોલીસકર્મીનો ભેટો થયો હતો,અને પોલીસની ઓળખ આપીને ભેજાબાજ મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો

New Update
  • ઝાડેશ્વર શીતળા માતા મંદિર પાસે બની ઘટના 

  • નદી કિનારે બેસેલા યુગલને નકલી પોલીસનો થયો ભેટો

  • પોલીસ હોવાની ઓળખ આપી યુગલને આપી દમદાટી

  • રૂપિયા પડાવી મોપેડ લઈને ફરાર થયો ભેજાબાજ

  • LCB પોલીસે નકલી પોલીસમેનની કરી ધરપકડ

ભરૂચના ઝાડેશ્વર શીતળા માતાના મંદિર પાસે નદી કિનારે એક યુગલને નકલી પોલીસકર્મીનો ભેટો થયો હતો,અને પોલીસની ઓળખ આપીને ભેજાબાજ મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો,જોકે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી હતી.

ભરૂચના ઝાડેશ્વર શીતળા માતાના મંદિર પાસે નર્મદા નદી કિનારે એક યંગ કપલ બેઠું હતું,તે દરમિયાન એક ભેજાબાજ શખ્સ પોલીસની ટોપી પહેરીને તેમની પાસે આવીને દમદાટી આપવા લાગ્યો હતો,અને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને યુવક અને યુવતીના પરિવાર વિશેની માહિતી મેળવી ડરાવી ધમકાવ્યા હતા,જોકે આ ભેજાબાજે યુવક પાસે નાસ્તા પાણી માટે રૂપિયામાંગ્યા હતા,અને યુવકે તેને રૂપિયા 200 આપ્યા હતા,પરંતુ વાત આટલે થી ન અટકતા પોતે પોલીસકર્મી હોવાની ઓળખ આપનાર ભેજાબાજે નાસ્તો લેવા જવા માટે મોપેડ માગ્યું હતું,અને યુવકે મોપેડ આપ્યા બાદ તે મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો.

જોકે સમય અવધિ વીત્યા બાદ પણ અજાણ્યો શખ્સ પરત ન આવતા યુવક અને યુવતીને તેઓ છેતરાયા હોવાનો અણસાર આવી ગયો હતો,અને આ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી,જે ફરિયાદને આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી,તે અરસામાં ભરૂચLCB પોલીસનો સ્ટાફ નેશનલ હાઇવે પરCCTV સર્વેલન્સની તપાસમાં હતો,તે દરમિયાન મુલદ ટોલનાકા પાસે જ્યુપિટર મોપેડ પર એક શખ્સ શંકાસ્પદ રીતે પસાર થતા પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી,અને પોલીસની પૂછપરછમાંછેતરપિંડીના ગુન્હાનો ભેદ ઉકેલાયો હતો.

પોલીસ તપાસમાં ભેજાબાજ આરોપી રાજા બાબુભાઇ બાંભણીયાની ધરપકડ કરી હતી,અને જ્યુપિટર તેમજ એક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,તેમજ આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમમુજબકાર્યવાહીકરીને વધુ તપાસ ભરૂચ સી ડિવિઝન પોલીસદ્વારા શરૂ કરવામાં આવીછે.

Read the Next Article

ભરૂચ: વાગરાના સારણ ગામે નિંદ્રા માણી રહેલ પરિવારના મકાન તસ્કરો ત્રાટકયા, સોનાના દાગીના સહિત રૂ.45 લાખના માલમત્તાની ચોરી

તસ્કરો કબાટમાં રાખેલી સુટકેસમાંથી અંદાજે 30 થી 35 તોલા સોનાના દાગીના અને રૂ. 10 લાખ રોકડની  ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતા વાગરા જ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી

New Update
  • ભરૂચના વાગરાના સારણ ગામનો બનાવ

  • તસ્કરોએ મચાવ્યો તરખાટ

  • મકાનમાંથી રૂ.45 લાખના માલમત્તાની ચોરી

  • 30 તોલા દાગીનાની ચોરી

  • વાગરા પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામે તસ્કરોએ મકાનને નિશાન બનાવી અંદરથી 30થી 35 તોલા સોનું તેમજ રોકડા રૂપિયા 10 લાખ સહિત 45 લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામમાં ગુરુવારની મધરાતે તસ્કરો ત્રાટક્યા હતા અને 45 લાખથી વધુની કિંમતી માલમત્તા ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે.સારણ ગામમાં રહેતા ઝુલ્ફીકાર રાજ રાત્રે પરિવારજનો સાથે નિંદ્રા માણી રહ્યા હતા આ દરમ્યાન  તસ્કરો તેમના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા.તસ્કરો કબાટમાં રાખેલી સુટકેસમાંથી અંદાજે 30 થી 35 તોલા સોનાના દાગીના અને રૂ. 10 લાખ રોકડની  ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
બનાવની જાણ થતા વાગરા જ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ ટીમે ઘટનાસ્થળની સ્થિતિનો અભ્યાસ કર્યો છે તેમજ આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે હાલ તસ્કરો વિરુદ્ધ ગુનો નોંઘી આગળની તપાસ હાથ ધરી છે.