ભરૂચ માળખાકીય સુવિધાથી વંચિત સ્થાનિક મહિલાઓનો ઝાડેશ્વર કચેરીએ હલ્લાબોલ

ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી એવા ઝાડેશ્વર વિસ્તારમાં ઘણી મોટી સોસાયટીઓ આવેલી છે. આ સાથે ભરૂચનું સૌથી મોટું મંદિર સ્વામિનારાયણ મંદિર પણ આ જ વિસ્તારમાં આવેલું છે.

New Update

ભરૂચ શહેરના ઝાડેશ્વર બસ ડેપોથી સ્વામિનારાયણ મંદિર સુધીના બિસ્માર રોડ-રસ્તા સહિતની માળખાકીય સુવિધાથી વંચિત 15થી વધુ સોસાયટીની સ્થાનિક મહિલાઓ દ્વારા ઝાડેશ્વર ગ્રામ પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કરી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી એવા ઝાડેશ્વર વિસ્તારમાં ઘણી મોટી સોસાયટીઓ આવેલી છે. આ સાથે ભરૂચનું સૌથી મોટું મંદિર સ્વામિનારાયણ મંદિર પણ આ જ વિસ્તારમાં આવેલું છે. ઝાડેશ્વર ડેપોથી સ્વામિનારાયણ મંદિર સુધી 15થી વધુ સોસાયટીઓના સ્થાનિકો હાલ નર્કાગારની સ્થિતિમાં આવી ગયા છે. ઝાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા મસમોટો ટેક્સ પણ અહીની સોસાયટીમાં રહેતા લોકો પાસેથી ઉઘરાવવામાં આવે છે. પરંતુ સ્થાનિકોને માળખાકીય સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. હાલમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોડ રસ્તા તૂટવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં લોકો તૂટેલા રોડ રસ્તાથી તાહિમામ પોકારી રહ્યા છે. સ્થાનિકોએ જણાવ્યુ હતું કેઝાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા અમારી પાસેથી ટેક્સ પણ વસૂલવામાં આવે છે. આ સાથે ચૂંટણી દરમિયાન હાથ જોડી વાયદાઓ કરીને વોટ પણ મેળવી લેવામાં આવે છે. પરંતુ ચૂંટણી બાદ આ વિસ્તારમાં કોઈપણ સુવિધાઓ આપવામાં આવતી નથી. હાલ 15થી વધુ સોસાયટીની મહિલાઓએ રોડ-રસ્તાગટરલાઇન સહિતના મુદ્દે હલ્લાબોલ કરી ઝાડેશ્વર ગ્રામ પંચાયત કચેરીને ગજવી મુકી હતી. જોકેહવે આવનારા સમયમાં રોડ-રસ્તા સહિતની સુવિધાઓ આપવામાં નહીં આવે તો વોટ માંગવા આવનારને ચપ્પલ મારીશું તેવી સ્થાનિક મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે.

ઝાડેશ્વર ગામ રોડ-રસ્તા સહિતની માળખાકીય સુવિધાથી સજ્જ છેતો ઝાડેશ્વર ગ્રામ પંચાયતના હદમાં આવતી સોસાયટીઓમાં કેમ વિકાસ કરવામાં નથી આવી રહ્યો,તેવો પણ લોકના મનમાં સવાલ ઉદ્ભવી રહ્યો છે. ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં વિકાસના 2 ભાગ જોવા મળી રહ્યા છે. જેમાં ગામ વિસ્તારમાં રોડ-રસ્તા છેતો ગામની સોસાયટીઓમાં રોડ-રસ્તા તૂટેલા જોવા મળ્યા છે. આ મામલે ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર દેવરાજ પટેલે જણાવ્યું હતું કેસોસાયટીના મુખ્ય માર્ગ પર પેવર બ્લોક મંજુર થયા હતા. પરંતુ સોસાયટીના લોકોની માંગ હતી કે, RCC રોડ બનાવામાં આવેજોકેતે પણ મંજૂર થઈ ગયો છેત્યારે આવનાર સમયમાં નવાRCCરોડની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. હાલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રોડ પરના પડેલા ખાડાનું સમારકામ યુદ્ધના ધોરણે કરી દેવામાં આવશે તેવી ગ્રામ પંચાયતના વહીવટદારે બાહેંધરી આપી હતી.

Read the Next Article

ભરૂચ: SOGએ ઘઉંના શંકાસ્પદ જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ, કુલ રૂ.15.45 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘઉંના રૂપિયા 5 લાખથી વધુની કિંમતના શંકાસ્પદ જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે. આ મામલામાં પોલીસે કુલ રૂપિયા 15.45 લાખનો મુદ્દમાલ કબ્જે કર્યો છે

New Update
  • ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી

  • ઘઉંનો મોટો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો

  • રૂ.5 લાખની કિંમતનો ઘઉંનો જથ્થો ઝડપાયો

  • 2 આરોપીઓની અટકાયત

  • કુલ રૂ.15.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘઉંના રૂપિયા 5 લાખથી વધુની કિંમતના શંકાસ્પદ જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે. આ મામલામાં પોલીસે કુલ રૂપિયા 15.45 લાખનો મુદ્દમાલ કબ્જે કર્યો છે
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન બાતમી મળી હતી કે ભરૂચમાં આવેલ નવ જીવન સ્કુલ પાછળથી અનાજનો જથ્થો ટ્રક GJ-17-XX-2641માં ભરીને એ.બી.સી. ચોકડી તરફ જનાર છે જેના આધારે પોલીસે દરોડા પાડતા ટ્રકમાંથી  ઘઉંનો જથ્થો કુલ વજન ૧૮૧૯૦ કિ.ગ્રા. મળી આવ્યો હતો.આ અનાજના જથ્થાનું બીલ કે આધાર પુરાવો ચાલક પાસે મળી આવ્યો ન હતો આથી શંકાસ્પદ ઘઉનો જથ્થો કોઈ જગ્યાએથી ચોરી કે છળકપટ કરી મેળવેલ હોવાનું પોલીસને જણાય આવતા રૂ.5.45 લાખનો ઘઉંનો જથ્થો અને રૂ.10 લાખની કિંમતની ટ્રક મળી રૂ.15.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસે આ મામલામાં  સાહીદ ઇદ્રીશ હયાત રહે. ચુચલા પ્લોટ, વેજલપુર રોડ, ગોધરા અને  ગગનસીંગ તલવારસીંગ ટાંક નવજીવન સ્કુલ પાછળ, ભરૂચની ધરપકડ કરી હતી. આરોપીઓ ઘઉંનો આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાના હતા એ સહિતની વિગતો મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.