New Update
/connect-gujarat/media/media_files/2025/12/17/ac-gnji-2025-12-17-15-02-35.jpg)
ઝઘડિયા પોલીસે ગાંજાના જથ્થા સાથે દંપત્તિની કરી ધરપકડ, એક આરોપી વોન્ટેડ
ભરૂચની ઝઘડિયા પોલીસ દ્વારા બાતમીના આધારે ઝઘડીયા ટાઉનમાં રહેતા પપ્પુસિંગ બીપીનર્સિંગ ચૌહાણ તથા મુન્નીબેન પપ્પુસિંગ ચૌહાણ બંને રહે. મોહન ફળીયા, ઝઘડીયા તા.ઝઘડીયા જી.ભરૂચના ઘરે રેડ કરતા ગેરકાયદેસર અને વગર પાસપરમીટનો ગાંજાનો જથ્થો વેચાણ કરવા માટે સંતાડી રાખી ગાંજોનો જથ્થો ૦.૩૨૦ ગ્રામ કિ.રૂ.૧૬,૦૦૦/- તથા મોબાઇલ ફોન ૫૦૦/- રૂપિયા મળી કુલ રૂ.૧૬,૫૦૦/ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીઓ વિરૂધ્ધ ધી નારકોટીક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબ્સ્ટેન્સીસ એકટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ મામલામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
Latest Stories