ભરૂચ: ઓક્ટેન ફિટ સિટી ખાતે રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

ભરૂચ ઓક્ટેન ફિટ સિટી અને રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા, યુનિટી બ્લડ બેંક, ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું.........

New Update
Blood donation camp
ભરૂચ ઓક્ટેન ફિટ સિટી અને રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા, યુનિટી બ્લડ બેંક, ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં ડોક્ટર્સ, જિમ સભ્યો, સ્વયંસેવકો તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કુલ 50થી વધુ બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા, જે અનેક જીવન બચાવવા માટે ઉપયોગી રહેશે.આ પ્રસંગે ડૉ. સુહેલ વજા,ડૉ. વસીમ રાજ,રિઝવાન જમીંદાર અને નજિર ભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories