અંકલેશ્વર : શ્રી શ્યામ મંદિરના શીલા પૂજન નિમિત્તે રક્તદાન શિબિર યોજાય, 700 યુનિટ રક્ત એકત્ર કરાયું...

માંડવા ગામ નજીકશ્યામ મંદિરની સાથે હનુમાનજી અને શિવ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવશે, ત્યારે આજે રવિવાર તા. 15મી ડિસેમ્બરના રોજ શ્રી શ્યામ મંદિરનું શીલા પૂજન કરવામાં આવ્યું

New Update
  • અગ્રવાલ પરિવાર દ્વારા શ્રી શ્યામ મંદિરનું કરાશે ભવ્ય નિર્માણ

  • શ્રી શ્યામધામના શીલા પૂજન નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાયો

  • શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર-ભરૂચ દ્વારા રક્તદાન શિબિર યોજાય

  • રક્તદાતાઓના રક્તદાન થકી 700 યુનિટ રક્ત એકત્ર કરાયું

  • અગ્રવાલ પરિવાર સહીતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા

 ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર આવેલ જય અંબે એસ્ટેટ ખાતે અગ્રવાલ પરિવાર દ્વારા ભવ્ય શ્રી શ્યામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું રહ્યું છેત્યારે આ મંદિરના શીલા પૂજન નિમિત્તે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર-ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર-ભરૂચ દ્વારા અંકલેશ્વરના માંડવા ગામ નજીક જય અંબે એસ્ટેટ ખાતે શ્રી શ્યામ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શ્યામ મંદિરની સાથે હનુમાનજી અને શિવ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવશેત્યારે આજે રવિવાર તા. 15મી ડિસેમ્બરના રોજ શ્રી શ્યામ મંદિરનું શીલા પૂજન કરવામાં આવ્યું હતું.

શીલા પૂંજનના પાવન અવસરે અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક અને સુરતની સમર્પણ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિર યોજાય હતી. જેમાં શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર-ભરૂચના હોદ્દેદારો અને સભ્યો સહીત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. જેમાં રક્તદાન થકી 700 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રવાલ પરિવાર સહીતના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Latest Stories