અંકલેશ્વર: સારંગપુર નજીક અમરાવતી ખાડીમાં તણાય ગયેલ કિશોરનો મળ્યો મૃતદેહ, 3 યુવાનોનો થયો હતો બચાવ

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં નહાવા પડેલા 4 યુવાનો પૈકી નદીના પાણીના તણાય ગયેલ યુવાનનો મૃતદેહ આજે બપોરે મળી આવ્યો

New Update
Amravati creek
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પાસે વહેતી અમરાવતી નદીમાં આજે સાંજે ચાર યુવકો નાહવા માટે ઉતર્યા હતા આ દરમ્યાન અચાનક જ એક કિશોર ડૂબવા લાગ્યો હતો.અન્ય યુવાનોએ બહાર નીકળી બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર પાલિકાનો ફાયર વિભાગ તેમજ સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા અને સુમિતની શોધખોળ શરૂ કરી હતી.
લાપતા થયેલા કિશોરની ઓળખ લક્ષમણ નગરના સોનલ પાર્કમાં રહેતા 15 વર્ષીય સુમિત રાજપૂત તરીકેની થઈ છે ત્યારે આજરોજ બપોરના સમયે કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો.અંકલેશ્વર તાલુકા પોલીસ બનાવની વધુ તપાસ ચલાવી રહી છે.
Latest Stories